વાંકાનેર ના વઘાસિયા ગામે શ્રમિક મહિલા પર આઠ શખ્સોને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે .
વધુ વિગત મુજબ શ્રમિક મહિલા સીમાબેન દિનેશભાઇ ભાભર(ઉ.૩૫ ધંધો-મજુરી રહે.હાલ વઘાસીયા પાણીના પ્લાન્ટ પાસે ખેંગારસિંહ હઠીસિંહ ઝાલાની ઓરડીમા તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.ગામ-ધસઈ, કુમ્હારપાટ તા.સરદારપુર જી.ધાર,મધ્યપ્રદેશ) વાળા એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દીલીપભાઈ ઉર્ફે મેપાભાઈ કરશનભાઈ વાઢેર,કરશનભાઈ પુનાભાઈ વાઢેર, રમણીકભાઈ કરશનભાઈ વાઢેર, કલાભાઈ પુનાભાઈ વાઢેર, ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર, જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર, રાજેશભાઈ કલાભાઈ વાઢેર, ખેંગાર પુનાભાઈ વાઢેર રહે. બધા વધાસીયા તા.વાંકાનેર નામના આઠ શખ્સો મોટર સાઇકલ પર આવી લાકડી પાઈપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ફરિયાદી તેમજ અન્ય લોકોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .
જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .