મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન ની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવાર ની સગીરવયની દીકરીને એક ઇસમ દ્વારા સગીરા ૧૬ વર્ષની હોવાનું જાણવા છતાં તેને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. જેને લઈ સગીરાના પરિવારજનોએ સગીરાની તેના આસપાસના વિસ્તારમાં અને સગાવહાલાઓને ત્યાં તપાસ કરી છતાં સગીરા ન મળતા આખરે તેઓએ આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.









