Saturday, May 18, 2024
HomeGujaratટંકારાથી રાજસ્થાન મોકલેલ દસ લાખ કરતાં વધુની કિંમતનો કપાસીયા ખોળ લઈ ટ્રક...

ટંકારાથી રાજસ્થાન મોકલેલ દસ લાખ કરતાં વધુની કિંમતનો કપાસીયા ખોળ લઈ ટ્રક ડ્રાઈવર ફરાર

ટંકારા નજીક આવેલ સેવક ઓઇલ ઇંડસ્ટ્રીઝ નામની ઓઇલ મિલમાંથી રાજસ્થાન મોકલવામાં આવેલ દસ લાખનું કપસીયા ખોળ લઈ ટ્રક ડ્રાઈવર ફરાર થઇ જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના આઈકોન રેસીડન્સી રવાપર રોડ ખાતે રહેતા અને સેવક ઓઇલ ઇંડસ્ટ્રીઝ નામની ઓઇલ મિલ ધરાવતા અતુલભાઇ બાબુભાઇ કોટડીયાએ રાજસ્થાન ખાતે આવેલ શ્રી ભગવતી ટ્રેડર્સ નામની કંપનીમાંથી કપસીયા ખોળનો ઓર્ડર આવેલ હોય જે ડિલિવર કરવા તેઓએ દિનેશ ગણેશારામ બાંગરા (રહે હિરાસણી તા જાયલ જી નાગોર રાજસ્થાન)ને કહેલ હોય જેથી આરોપી દિનેશ બાંગરા RJ-14-GG-9090 નંબરની ટ્રકમાં ૩૫,૦૪૦ કિલો ગ્રામ વજનના ૭૩૦ કપસીયા ખોળ કે જેની કિમંત રૂ.૧૦,૫૨,૫૬૭/- છે. તે ભરી ગત તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ રાજસ્થાન જવા રવાના થયેલ હોય અને રાજસ્થાન ખાતે પહોચતા ૦૪ દિવસ જેટલો સમય લાગતો હોય જેથી ૦૪ દિવસ બાદ માલ નહી પહોચતા ઓઇલ મિલ મલાક સાથે આરોપી દિનેશ બાંગરાએ છેતરપીંડી ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!