Friday, January 10, 2025
HomeGujaratમોરબી સિવિલ કોર્ટ નુ વોરંટ બજવવા ગયેલ રાજ્યસેવકને ધમકાવી વોરંટ ફાડી નાખનાર...

મોરબી સિવિલ કોર્ટ નુ વોરંટ બજવવા ગયેલ રાજ્યસેવકને ધમકાવી વોરંટ ફાડી નાખનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં નામદાર કોર્ટના મિલકત જપ્તી અંગેનાં હુકમની બજવણી કરવા ગયેલ સરકારી કર્મીને કારખાનેદારે રોકી ફરજમાં રૂકાવટ કરી સરકારી કર્મીના હાથમાંથી વોરંટ ઝુંટવી ફાડી નાંખી કટકા કરી સરકારી કર્મીને ગાળો ભાંડી ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ભરતનગર રામજી મંદીર પાસે રહેતા ભગીરથભાઇ વીરજીભાઇ પાંચોટીયા નામદાર કોર્ટના સરકારી નોકર બેલીફની હેસીયતથી મોરબી એડી.સિવિલ કોર્ટના કોર્ટના દીવાની દરખાસ્ત નંબર-૨૦/૨૦૨૩ મુદત તારીખઃ-૧૫/૦૬/૨૦૨૩ ના મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે સાહેદો કનકરાય બી.શેઠ તથા દેવભાઇ ભાવેશભાઇ શેઠ સાથે આરોપીની જાંબુડીયા ગામે આવેલ મેકસ ગ્રેનાઇટો કારખાનાની ઓફીસમાં બજવણી અર્થે જતા આરોપી સુખદેવભાઇ ફરીયાદી રાજ્ય સેવક હોવાનું જાણતા હોવા છતા ઇરાદા પૂર્વક અપમાન જનક અપશબ્દો તેમજ ભુંડાબોલી ગાળો આપી ફરીયાદીને તેઓની રાજ્ય સેવક તરીકેની ફરજ બજાવતા રોકી ફરજમાં રૂકાવટ કરી ફરીયાદીના હાથમાંથી ઉપર મુજબનું અસલ વોરંટ ઝુંટવી ફાડી નાંખી કટકા કરી તેમની પાસે રાખી લઇ પરત નહીં આપી નામદાર કોર્ટમાં રજુ કરવાના થતા પુરાવા તરીકેના દસ્તાવેજ અસલ વોરંટ સરકારી રેકર્ડનો નાશ કરી ફરીયાદીનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટાંટીયા ભાંગી નાંખવાની ગુન્હાહીત ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!