Monday, November 18, 2024
HomeGujaratમોરબીના મંદિરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી પૂજારી પર હુમલો કરનાર ઈસમ વિરુધ્ધ...

મોરબીના મંદિરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી પૂજારી પર હુમલો કરનાર ઈસમ વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીનાં વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે મંદીરના દરવાજા ઉપર છુટા પથ્થરના ઘા કરી મંદીરના દરવાજાને નુકસાન કરી તેમજ એક યુવકને ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાઘપરા મેઇન રોડ પર આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ નટવરલાલ અગ્રવાલ તથા તેમના પત્ની મીનાબેન ગઈકાલે સવારે ૬.૩૦ વાગ્યે રાધાકૃષ્ણ મંદિરે આરતી કરતા હોય ત્યારે મોસીન મામદ કુરેશી નામના શખ્સે પથ્થર હાથમા લઇ આવી તેને મીનાબેને અહી કેમ ઉભો છો તેમ કહેતા મોસીને એકદમ ઉશકેરાય જઇ અને મહેન્દ્રભાઈ તથા તેમના પત્નીને જેમફાવે તેમ જાહેરમા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજાની જીંદગી જોખમાય તે રીતે મંદીરના દરવાજા ઉપર છુટા પથ્થરના ઘા કરી મંદીરના દરવાજાને નુકસાન કરી તેમજ વિનુભાઇ કંજારીયાને પથ્થરનો ઘા કરી શરીરે મુંઢ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!