ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામેં આવેલ 36 ગુઠા જમીન પચાવી પાડવાના ઇરાદે ત્રણ શખ્સોએ જમીનમાં દબાણ કરી લેતા તામમ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકમાં ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા (ઉ.વ.૬૨ રહે હાલ-રાજકોટ મુળ રહે-ઘુનડા, સજનપર)એ ઘુનડા ગામેં રહેતા આરોપી મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયા, નિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓની માલીકીની ઘુનડા (સ) ગામેં આવેલ સર્વે નંબર ૭૪૬ જેના ખાતા નંબર ૨૯૩ તથા જે જમીનનુ ક્ષેત્રફળ હે-આરે.-ચો.મી. ૦-૩૬-૪૨ જેના એકર ૦-૩૬ ગુઠા જેટલી જમીન ઉપર તમામ આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરી જમીન હડપ કરી જવા કારશો રચ્યો હોય જે અંગેની ફરિયાદને લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(3),૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કોવિડ રિપોર્ટ આવ્યે અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.