મોરબીમાં આવારા તત્વો બેફામ બન્યા છે. અને શહેર તેમજ જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેમ એક બાદ એક ગુનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે ગઈકાલે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામેથી એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જેને લઈ મૃતકના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે વિનોદભાઈ મુળુભાઈ ચાવડા નામના ૪૭ વર્ષીય આધેડની ગાયકળાએ કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી. જેને લઈ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અને બનાવને લઇ ગઈકાલે જ આધેડનાં પુત્ર કિશોરભાઇ વિનોદભાઇ ચાવડા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિનોદભાઇ મુળુભાઇ ચાવડાને રમેશ ઉર્ફે હકાભાઇ ચંદુભાઇ મિયાત્રા નામના મોટા દહીસરા ગામના રહેવાસી સાથે આશરે વીસેક વર્ષ પહેલા સામુ જોવા બાબતે મનદુખ થયેલ હોય તેમજ આજથી સાત વર્ષ પહેલા વિનોદભાઈના કૌટોબીક ભાઈ જેસંગભાઇ પરબતભાઇ ચાવડા સાથે પણ આરોપીને માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી રમેશ ઉર્ફે હકાભાઇએ વિનોદભાઇ મુળુભાઇ ચાવડાને ગળા ઉપર તથા શરીરે અલગ અલગ જગ્યાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર હત્યા કરી હતી.