બાઇકની ચોરી કરેલ બે વાહન ચોર આરોપી હળવદમાંથી પકડાયા.
મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ચોરી અંગે સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક દ્વારા પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, હાલ આ ચોરી કરેલ બાઇક સાથે બે વાહન ચોરને પકડી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના અમરનગરમાં આવેલ મેટા સેનેટરીમાં રહેતા મૂળ ટીકર રણ તા.હળવદના વતની હસમુખભાઈ સવજીભાઈ સિંધવ ઉવ.૨૯ ગત તા.૦૬/૦૬ના રોજ કામ અર્થે એસટી બસમાં જૂનાગઢ ગયા હતા, ત્યારે તેમણે પોતાનું સ્પ્લેન્ડર રજી.નં.જીજે-૩૬-ઈ-૯૦૫૭ જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાં ઓર્ક કર્યું હતું, કામ પૂર્ણ થાય હસમુખભાઈ તા.૦૯/૦૬ના રોજ પરત મોરબી આવ્યા ત્યારે જ્યાં સ્પ્લેન્ડર બાઇક પાર્ક કર્યું હતું ત્યાં જોવામાં ન આવતા, તેમજ બાઇક અંગે આજુબાજુમાં તપાસ કરતા, ઉપરોક્ત બાઇક ન મળતા, હસમુખભાઈએ નિયમ અનુસાર ઈ-એફઆઈઆર નોંધાવી હતી, જે બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદી હસમુખભાઈનું ચોરીમાં ગયેલ બાઇક સાથે હળવદ પોલીસે બે વાહન ચોર ઇસમોને હળવળથી ઝડપી લઈ તેના પાસેથી ચોરી કરેલ બે બાઇક રિકવર કર્યા છે.