મોરબી વજેપર શેરી નં.૧૪ માં રહેતા બાબુભાઇ કુંવરજીભાઇ અબાસણીયા ઉવ.૪૯ એ પોતાની ઓરડીઓ પરપ્રાંતિય મજૂરોને ભાડે આપી ભાડા કરાર કે આ અંગે સંબંધિત પોલીસ મથકમાં જાણ કરી જીલ્લા કલેક્ટરને જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી એ ડિવિઝન પોલીસે આરોપી બાબુભાઇ કુંવરજીભાઇ અબાસણીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૨૩(એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.