બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના પોલીસ લાઈનમાં રહેતા અને સિવિલ હોસ્પીટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હિતેષભાઈ હરેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકેની પોતાની કાયદેસરની ફરજ પર હતા તે દરમ્યાન આરોપી ધવલ હર્ષદભાઈ પંડ્યા (રહે. અંનતનગર જનકલ્યાણ સોસાયટી મોરબી) વાળાએ પોતાના સગા સંબધીને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં લઇ આવેલ હોય આરોપી અવારનવાર ફરિયાદી ડોક્ટર હિતેષભાઈ ચાવડાને અમારા દર્દીઓનો વારો ક્યારે આવશે તેવું પૂછવા જતા હોય અને ડોક્ટર હિતેશભાઈ ચાવડાએ આરોપી ધવલ પંડ્યાને તમે કેટલી વખત પૂછવા આવશો એવું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ડોક્ટરની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૬,૫૦૪,૫૦૬(૨) તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની એક્ટની કલમ ૫૧(એ) મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે