મોરબી ડિવિઝન પોલીસમાં વિસ્તારમાં આવતા મહેન્દ્રનગર ગામ ઉમા વિલેજ સોસાયટી આનંદ એપાર્ટમેન્ટ સામે આ કામના આરોપી દ્વારા ફરિયાદી મહિલા નો છૂટા છેડા નો કેસ લડતા વકીલ દ્વારા પરિચય કેળવી ફરિયાદીના ઘરે જઈ તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત તેમના દીકરાને ઉપાડી ઉપાડી લેવાની અને ગાયબ કરી દેવાની ધમકી આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ સોસાયટી આનંદ એપાર્ટમેન્ટ ની સામે રહેતા રેશ્માબેન ગિરીશભાઈ વિડજા એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રજાકભાઈ અબ્બાસભાઈ બુખારી એ તેમની સાથે પરિચય કેળવી રેશમાબેનના ઘરે જઈ રેશમાબેન જેમ તેમ ગાળો આપી તથા ટીકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મોબાઇલ ફોનથી ફરીયાદી રેશમાબેન તથા તેમના દીકરાને ઉપાડી લેવાની અને ગાયબ કરી દેવાની ધમકી આપતા આરોપી રજાક વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ દ્વારા આઇપિસી ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૫૦૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રજાક બુખારી ફરીયાદી મહિલા નો છૂટા છેડા નો કેસ લડતો હોય જેથી કેસ બાબતે અવાર નવાર મળવાનું થતું હતું જેમાં પરિચય કેળવી ધાક ધમકી આપતા હાલમાં વકીલ રજાક બુખારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.