Sunday, January 12, 2025
HomeGujaratમોરબી તાલુકાના રાપર ગામે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાપર ગામે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગુજરાત રાજ્યમાં કર્મચારી-અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરકાયદે ખનન તેમજ નદીઓમાંથી બિનઅધિકૃત રીતે રેતી કાઢવાની ચાલતી પ્રવૃત્તિઓ પર બાજનજર રાખવા અને ખનીજ ચોરી અટકાવવા ખાણ ખનિજ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીના પટ્ટમાં થતી ખનીજ ચોરી ઝડપી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ વિભાગને મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાધ્રોઇ નદીના પટ્ટમાં ખનીજ ચોરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતા ખાણખનીજ વિભાગની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી સ્થળ પર રેઇડ કરી હતી અને મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા તથા સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાધ્રોઇ નદી પાસેથી વિપુલ શાંતિલાલ નિમાવત (રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ મોરબી) નામના શખ્સે નિયમ ૨૨ના શિડ્યુલ ׀׀׀ (C) મુજબ ૩૭૪.૮૫ મેટ્રિક ટન સા.રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂ.૨૪૦/- લેખે રૂ.૮૯,૯૬૪/- તેમજ શિડ્યુલ ॥।(D) મુજબ ૦૧(એક) એસ્કેવેટર મશીનના રૂ.૨,૦૦,૦૦૦/- તેમજ પર્યાવરણીય નુકશાની વળતરના સરકારના ઉધોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ તા.10/09/2018ના નિયમ મુજબ સા.રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના રૂ.૩૬,૮૮૬/-મળી કુલ રૂા.૩,૨૬,૮૫૦/- ના ખનીજનું ખનન/વહન/સંગ્રહ કરી ગુન્હો કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!