Saturday, January 11, 2025
HomeGujaratમાળીયા(મી)માં પત્નીને મરવા મજબુર કરનાર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા(મી)માં પત્નીને મરવા મજબુર કરનાર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા(મી): પરિણીતાએ પતિ દ્વારા અવારનવાર શક વહેમ રાખી તથા ઘરકામ બાબતે મેણાંટોણાં મારતા હોય ત્યારે માનસિક ત્રાસને લઇ માળીયા(મી) પિયર ધરાવતી પરિણીતાએ પોતાના માવતરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવ બાબતે પત્નીને મરવા મજબુર કરનારા પતિ વિરુદ્ધ મૃતક પરિણીતાના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે ધ્રાંગધ્રાના શખ્સ(પતિ) સામે આઇપીસી કલમ ૩૦૬, ૪૯૮(ક) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગત.તા. ૧૧/૩ ના રોજ માળીયા(મી) ના નવા રેલ્વે સ્ટેશન બાજુમાં રહેણાંક મકાનમાં ધ્રાંગધ્રા સાસરું ધરાવતી પરિણીતા મુમતાજબેન અસલમભાઇ હબીબભાઇ મોવરે પોતાની જાતે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો. જે બનાવ બાબતે માળીયા(મી)ના નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૃતક મુમતાજબેનના ભાઈ સાહીદભાઇ ઇસ્માઇલભાઇ કટીયા ઉવ.૩૦એ આરોપી મુમતાજબેનના પતિ અસલમભાઇ હબીબભાઇ મોવર રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કામદાર સંઘ પાસે ધ્રાંગધ્રા વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મુમતાજબેનનો પતિ અસલમભાઇ મોવર મુમતાજબેનને અવાર નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી તેમજ ખોટા શંકા વહેમ રાખી ફોન ઉપર માનસીક ત્રાસ આપતો હોય જે મૃતક મુમતાજબેનથી સહન ન થતા મુમતાજબેને આપઘાત કરી લીધો હતો જે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!