Sunday, January 12, 2025
HomeGujaratમાળીયા મીં.ના સુલતાનપુર ગામના આધેડ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો વિરૂદ્ધ...

માળીયા મીં.ના સુલતાનપુર ગામના આધેડ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. ત્યારે આ દૂષણને ડામવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકદરબાર તથા લોકસંપર્ક સભાઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે વ્યાજખોરોના આતંકનો વધુ એક ગુનો માળીયા મીં. પોલીસ મથકે નોંધાયો છે. જેમાં બે શખ્સો એક આધેડ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીં.ના સુલતાનપુર (વિશાલનગર) ખાતે રહેતા ભુપતભાઇ ભગવાનજીભાઇ દશાડીયા નામના ૪૬ વર્ષીય આધેડે મોરબીના નાગડાવાસ ખાતે રહેતા અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડ પાસેથી અગાઉ જેતે સમયે રૂ.૨,૫૦,૦૦૦/- માસીક પાંચ ટકા વ્યાજ લેખે તથા મોરબીના દેવીસીંહ પ્રતાપસિંહ ગઢવી પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/- માસીક પાંચ ટકા લેખે લીધેલ હતા. ત્યારે આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ફરીયાદીને નાણા ધિરી ફરિયાદી પાસેથી અમુભાઇએ સહીઓ વાળા બે કોરા ચેક તથા દેવીસીંહે ફરિયાદીની માલીકીનુ ટ્રેક્ટર બળજબરીથી લઇ ફરીયાદી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો તથા ધાક ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ મથકે બંને શખ્સો વિરુદ્ધમાં આઇ.પી.સી.કલમ-૩૮૪,૪૦૩,૫૦૪તથા ગુજરાત નાણાધીરધાર અધિનિયમ-૨૦૧૧ કલમ-૪૦,૪૨(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!