Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં બાઈક ચાલકે સર્વિસ રોડ ક્રોસ કરતા શખ્સને હડફેટે લેતા આધેડ ગંભીર...

મોરબીમાં બાઈક ચાલકે સર્વિસ રોડ ક્રોસ કરતા શખ્સને હડફેટે લેતા આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોરબીમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ, શક્તિ ચેમ્બર-૧ સામે,સર્વીસ રોડ ઉપરથી સામે આવી છે. જેમાં એક મોટર સાઇકલ ચાલક આધેડને હડફેટે લઈ નાશી જતા આધેડ ગંભીર રીતે ઘવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, શ્રીનગરના હબક ક્રોસીંગ ખાતે રહેતા ઝહુરઅહેમદ ગુલામનબી ભટ્ટ નામના શખ્સના મોટા ભાઈ બસારતભાઈ ગત તા-૧૫/૦૧/૨૦૨૩ ના રોજ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ, શક્તિ ચેમ્બર-૧ સામે,સર્વીસ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા જી.જે.૦૩ એચ.બી.૯૪૭૪ નંબરના મોટર સાઇકલના ચાલકે આધેડને સર્વિસ રોડ ક્રોસ કરતી વેળાએ હડફેટે લીધો હતો. જેના કારણે તેઓને માથામા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે મોટર સાઇકલ ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે મોટર સાઇકલ વિરુદ્ધ આઇ.પી.સી કલામ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!