Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ખાનપર ગામે ઘર પાસેથી મોટર સાયકલ ચોરાયા અંગે ફરિયાદ નોંધાઈ

મોરબીના ખાનપર ગામે ઘર પાસેથી મોટર સાયકલ ચોરાયા અંગે ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની અત્રેના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ ખાંપરના રહેવાસી હાલ મોરબી રવાપર ગામ કેશવ હાઇટ્સ ૪૦૧માં રહેતા કલ્પેશકુમાર કેશવજીભાઈ જીવાણી ઉવ.૩૮ એ ગત તા. ૧૦/૦૯ના રાત્રીના પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એચડી-૨૭૭૧ વાળું ખાનપર ગામે પોતાના ઘરની બહાર શેરીમાં પાર્ક કર્યું હોય ત્યારે બીજે દિવસે સવારે ત્યાં ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જોવામાં ન આવતા ઘરની આજુબાજુ તથા ગામમાં મોટરસાયકલ અંગે તપાસ કરતા નહીં મળેલ જેથી પ્રથમ ઇ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ સને ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!