મોરબી તાલુકાના આમરણ ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલીમાં પતિ દ્વારા પત્નીને તેના માવતર વિશે મેણાંટોણાં મારતા પત્નીએ માવતર વિશે બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલા પતિ દ્વારા પત્નીને ગાળો આપી મુંઢમાર મારી છરી વડે હુમલો કર્યો હતો, ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મૂળ મોરબીના કાલીકા પ્લોટના રહેવાસી હાલ મોરબી તાલુકાના આમરણ ગામે પટેલ ડેલીમાં રહેતા ભારતીબેન ભરતભાઈ બાબુભાઈ સોલંકી ઉવ-૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી પતિ ભરતભાઈ બાબુભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈકાલ તા.૦૬/૦૫ ના રોજ ભારતીબેન અને તેના પતિ ભરતભાઈ આમરણ સ્થિત પોતાના ઘરે હોય ત્યારે ભરતભાઈ દ્વારા ભારતીબેનના માવતર વિશે મેણાટોણા મારતા હોય જેથી ભારતીબેને પોતાના માવતર આવુ નહી બોલવાનું કહેતા આરોપી ભરતભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇને જેમ ફાવે ગાળો આપી ભારતીબેનને મુંઢમાર મારી છરી વડે હુમલો કરી ભારતીબેનને પેટના ભાગે છરકા જેવી ઇજા કરી હતી. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં ભારતીબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી ભરતભાઈ સામે આઇપીસીની લાગુ પડતી કલમ હેઠળ ગુનો રજી. કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.