મોરબી શહેરમાં કૌટુંબિક સગાએ સગીરા ઉપર નજર બગાડી શારીરિક અડપલા કરતા આ કેસની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ ચાલી જતા અદાલતે આરોપી કશુરવાર ઠેરવી સાત વર્ષની કેદ અને દંડનો હુકમ કરી ભોગ બનનાર માટે રૂપિયા દોઢ લાખ કમ્પેન્સેસન મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ વર્ષ 2018માં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરાના માતાએ કૌટુંબિક નણદોયા ખાનભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વધોરા (રહે.બૌદ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન)વિરુદ્ધ ફરિયાદી નોંધાવી હતી જેમાં ફરિયાદીની ગેર હાજરીમાં આરોપીએ તેમની સગીર વયની દીકરીને ચેનચાળા કરીને અડપલા કર્યા હતા જે અંગે તેઓને જાણ થતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આથી આ અંગેનો કેસ ચાલી જતા સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ મોરબી એમ કે ઉપાધ્યાયની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજી વધોરાને કસુરવાન ઠેરવી ૭ વર્ષની કેદ અને રૂ ૧૦ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ ઉપરાંત નામદાર અદાલત દ્વારા ભોગ બનનાર સગીરાને ધી ગુજરાત વિકટીમ કમ્પેન્સેસન સ્કીમ અંતર્ગત રૂ ૧.૫૦ લાખ ચુકવવા પણ આદેશ કર્યો હતો.