માળીયા(મી)-કચ્છ નેશનલ હાઇવે પર આવેલ હોટેલ નજીક ટ્રક રીપેરીંગ નુ ગેરેજ ધરાવતા ગેરેજ સંચાલક પર ગત રાત્રીના સાત ઈસમોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જેની વિગત મુજબ માળીયા કચ્છ હાઇવે પર ગેરેજ ધરાવતા સફીરભાઈ મુસાભાઈ મોવરના ગેરેજ પર એક ટ્રક ચાલક ટ્રક રિપેર કેવાવવા આવ્યો હતો જેથી ગેરેજ સંચાલકે કહ્યું કે બીજા ટ્રકનું કામ ચાલુ છે એ પૂરું થાય એટલે તમારું કરી આપીએ પરંતુ ટ્રક ચાલકે કહેલ કે આ ટ્રક ઓસમાણ ભાઈ નો છે હમણાં તને ફોન આવશે તેમ કહ્યા બાદ ગેરેજ સંચાલક પોતાના રોજ ના નિયમ અનુસાર ઘરે જમવા જતો રહેલ અને મોડી રાત્રે ગેરેજ સંચાલક ના મોબાઈલ પર ગેરેજ માં કામ કરતા કારીગર નો ફોન આવ્યો હતો કે અહીંયા ટ્રક લેવા લોકો આવ્યા છે અને ધમકાવી રહ્યા છે જે બાદ ગેરેજ સંચાલક તુરંત પોતાની કાર લઈને ગેરેજ પાસે પહોંચતા જ સામેથી સ્વિફ્ટ કાર ,સ્કોર્પિયો કાર અને લેન્ડ રોવર કાર માં જુસબ ગુલમામદ મોવર, હેદર મોવર અને ઓસમાણ મોવર તેનું સાથે ચાર જેટલા અજાણ્યા ઈસમો ગેરેજ તરફ આવતા સંચાલકની કાર તરફ દોડી ને ફાયરિંગ કર્યું હતું જેમાં જુસબ નામના આરોપીએ ૨ રાઉન્ડ ફાયર કર્યા હતા જ્યારે હેદર નામના આરોપીએ એક રાઉન્ડ ફાયર કર્યું હતું અને આ ફાયરિંગ થતા જ ગેરેજ સંચાલક પોતાનો જીવ બચાવવા ગાડી નો યુ ટર્ન મારી ને પોતાને ઘરે જતા રહ્યા હતા અને બાદમાં સમગ્ર આપવીતી તેમના ભાઈને જણાવતા સમગ્ર મામલે માળીયા (મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતું તેમજ ઘટના સ્થળ પરથી ફાયર થયેલ કારતૂસ ત્રણ ખાલી ખોખા પણ મળી આવ્યા છે.હાલ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.