મોરબી ન્યાય મંદિર કોર્ટ કન્પાઉન્ડમા પિસ્તોલ લઈ અને ચાલુ કોર્ટમાં જ્યાં કેસ ચાલતા હોય ત્યાં આધેડ પ્રવેશી ગયા હતા. ત્યારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા આધેડ પાસે હથિયાર પરવાનાનું લાઇસન્સ હોય તેવુ જાણવા મળ્યું હતુ. પરંતુ ખાસ કરીને કોર્ટમાં મોબાઈલ ફોન વિડીયોગ્રાફીની વસ્તુઓ તેમજ હથિયાર તેમજ રિવોલ્વર કે પિસ્તોલ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આધેડને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી ન્યાય મંદિર કોર્ટ કન્પાઉન્ડમા ગુલામભાઇ અમીભાઇ પરાસરા નામના આધેડે કોર્ટમાં બધા જોઇ શકે અને લોકોમા ભય ઉત્પન થાય તેવી રીતના પોતાની કમરમા બાંધી પ્રવેશ કરી દીધો હતો. ત્યારે આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા તેઓની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે આધેડ પાસે આ હથિયારનું લાઇસન્સ છે. જે હથીયાર પરવાના નંબર-RAJ/DM/MSD/6/2011 છે. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.