અમદાવાદના ઇસ્કોન સેન્ટર ખાતે ગીતા જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને યુવાનોમાં ગીતાના મૂલ્યો કેળવાય તે હેતુ સાથે ગીતા જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫૦ થી વધુ નાલંદાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ટંકારા તાલુકાના લજાઈ ગામની ખોજા મુસ્લિમ પરિવારની દીકરી એ હિન્દુ ધર્મ ગ્રંથની પરીક્ષામા રાજ્યમાં ફર્સ્ટ આવી છે.
અમદાવાદના ઇસ્કોન મંદિરની ખાતે ગીતા જ્ઞાન સ્પર્ધાનું તા. ૨૫/૪/૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને યુવાનોમાં ગીતાના મૂલ્યો કેળવાય તેવા ઉમદા હેતુ સાથે ગીતા જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં નાલંદા વિદ્યાલયના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાના પ્રદર્શન થકી સમર્પણ વ્યક્ત કર્યું હતું. જેમાં સમગ્ર મોરબી અને અમદાવાદ જિલ્લામાં ૧૦ ગ્રેડ માંથી અંદાની એન્જલે પ્રથમ સ્થાન અને કૃપા ભટ્ટે પાંચમું સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે કાર્યક્રમને લઈને ઇસ્કોનના સંતો દ્વારા વિદ્યાથીઓને ભેટ સાથે ઈનામ આપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભક્તિસભર વાતાવરણનું નિર્માણ થતાં વિદ્યાથીઓ ભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે શાળાના ટ્રસ્ટી કમ મેનેજિંગ ડિરેક્ટર જયેશ ગામીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ આધ્યાત્મિક મૂલ્યોને પણ સ્વીકાર્યા છે જેની શાળા સમુદાય પર કાયમી અસર રહેશે તેમજ સંતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં શાળા પરિસર ખાતે કાર્યક્રમો યોજી સાધુ સંતો સહિત તમામ લોકો ઉપસ્થિત રહશે તેવી આતુરતા પણ વ્યક્ત કરી હતી.