Tuesday, May 7, 2024
HomeGujaratટંકારાના બંગાવડી ગામની દીકરીએ પોતાના જન્મદિવસે કેક કટિંગને બદલે પુસ્તક વાંચનની લીધી...

ટંકારાના બંગાવડી ગામની દીકરીએ પોતાના જન્મદિવસે કેક કટિંગને બદલે પુસ્તક વાંચનની લીધી પ્રતિજ્ઞા

આજના આધુનિક સમયમાં યુવાનો અને યુવતીઓમાં બર્થડે સેલિબ્રેશનનો અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં યુવતીઓ ખાસ કરીને યુવાનોની જેમ કેક કટિંગ, પાર્ટી અને એન્જોયમેન્ટ સાથે બર્થ ડે ની ઉજવણી કરતા હોય છે. ત્યારે ટંકારા તાલુકાના નાના એવા બંગાવડી ગામની દીકરીએ પોતાના ૨૨ માં જન્મ દિવસની ખોટા ખર્ચ કરવાને બદલે ૨૨ પુસ્તકો વાંચી જ્ઞાન સમૃદ્ધ કરવાનો અનોખો સંકલ્પ કરી ભવિષ્યમાં શિક્ષક અને લેખિકા બનવાનું સ્વપ્ન સેવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના નાના એવા બંગાવડી ગામે રહેતી ભોરણીયા મીરાલી વિનોદભાઈ વાંચનનો ખૂબ શોખ ધરાવે છે. મીરાલી કહે છે કે તેણે ક્યારેય બર્થ ડે સેલિબ્રેશન નથી કર્યો અને ૧૯ માં જન્મ દિવસ નિમિતે વિચાર આવ્યો કે પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન પોતે જ કરે !’ લોકો કેક કાપી પાર્ટી કરે, ફરવા જાય ત્યારે આપણે કશુંક યુનિક કરીએ અને 19માં જન્મદિવસે જાતે જ ‘હોમમેડ કેક’ બનાવી મમ્મી-પપ્પા તથા ભાઈ-બહેનને ખવડાવી હતી, 20માં જન્મદિવસ પર ’20નો આંકડો’ જોઈને સિમ્બોલિક બર્થડે સેલિબ્રેશન કરવાનું સૂઝ્યું અને પપ્પા સામે બે શરત રાખી હતી જેમાંથી વીસમો બર્થડે છે તો ‘વીસ બુક્સ’ની ગિફ્ટ એ શરત મંજૂર થઈ હતી. જે 20મો બર્થડે અત્યાર સુધીનો ‘બેસ્ટ બર્થડે’ હતો. ત્યાર બાદ 21માં જન્મદિવસ પર બે સરસ મજાની ગિફ્ટ મળી જેમાં પર્સ અને પુસ્તક ખુદની મોજમાં જન્મદિવસની લ્હાણી-ઉજાણી થઈ ગઈ અને હવે 22માં જન્મદિવસ પર વર્ષ દરમિયાન 22 પુસ્તકો વાંચનની પ્રતિજ્ઞા લીધી હોવાનું મીરાલીએ અંતમાં ઉમેર્યું છે. અને મીરાલી ‘મીરા પટેલ’ના નામ હેઠળ વાર્તાઓ, કવિતાઓ અને લેખો લખી વર્તમાનપત્રમાં પોતાની કૃતિઓ આપે છે જે ક્યારેક છપાય તો ખુશી વ્યકત કરે છે. મીરાના ઘરે અંગત લાઈબ્રેરી છે જેમાં 200 આસપાસ પુસ્તકો જેમાં ધીમે ધીમે વધારો થતો જાય છે. અભ્યાસમાં B.SC With Botany અને ત્યારબાદ B.Ed કર્યું છે. હાલ ટંકારાની આર્ય વિદ્યાલયમ્ નામની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને પુસ્તક પરબ ટીમની સભ્ય પણ છે. ભવિષ્યમાં ગામમાં લાઈબ્રેરી બનાવવાના ધ્યેય સાથે એક દિવસ સારા શિક્ષિકા અને લેખિકા બનવાની ઈચ્છા મિરાલી વ્યક્ત કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!