Monday, December 23, 2024
HomeGujaratમાધાપરવાડી કન્યા શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ

માધાપરવાડી કન્યા શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ

મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી.જેમાં આઠ સ્પર્ધકોએ કલ્પનાબેન પરમાર, મીનાબેન માકડીયા,નયનાબેન ભટ્ટ પ્રણવભાઈ ઠાકર,સંગીતાબેન પંડ્યા,કુલસુમ ઠેબા,કુદનબેન કુબાવત,ક્રિષ્નાબેન ઓરિયા સહિતનાઓએ વિવિધ વાનગી જેવી કે ડાળ-ઢોકળી,પુલાવ ભાત,ચણા મસાલા,વઘારેલા ભાત,વગેરે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ આઠ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું અને કુલ 400 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નબર મીનાબેન માકડીયાને 5000 રૂપિયા દ્વિતીય સંગીતાબેન પંડ્યા નંબરને 3000 રૂપિયા અને તૃતીય નંબર ક્રિષ્નાબેન વ્યાસને 2000રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

 

આ સ્પર્ધામાં ઓમદેવસિંહજી જાડેજા નાયબ કલેકટર મધ્યાહન ભોજન તેમજ એસ.જે.ઠુમર નાયબ મામલતદાર મધ્યાહ્નન ભોજન મામલતદાર કચેરી ભાવનાબેન ચારોલા સીડીપીઓ,રમેશભાઈ કાલરીયા સી.આર.સી.કો.ઓ. ખુશ્બુબેન રૂપાપરા,આરતીબેન હણ, અરતીબેન મકવાણા વગેરે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ મહાદેવભાઈ ઉંટવાડીયા પ્રમુખ મધ્યાહ્નન સંચાલક મંડળ મોરબી જિલ્લો તેમજ હર્ષદભાઈ ઉંટવાડિયા સંચાલક માધાપરવાડી કન્યા શાળા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન,વ્યવસ્થા દિનેશભાઈ વડસોલાએ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!