મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી ખાતે ટવીનટાવર બી-વીંગ બ્લોક માં રહેતા અને મોરબી ખાતે ઇન્ડુસઇન્ડ બેંકમાં નોકરી કરતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી એ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી વિશાલભાઈને નાણાં ની જરૂરિયાત ઉભી થતા તેઓએ આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદા અને અશોકભાઇ ગંદા (રહે.બંને મોરબી રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૩) પાસેથી મસમોટા વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ વ્યાજે લીધેલ રૂપિયાનું ઊંચું વ્યાજ ચુકતે કરી દીધું હોવા છતા વ્યાજખોરપિતા પુત્રે રૂપિયાની લાલચે યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો અને બને આરોપીઓએ ફરિયાદીને ભૂંડા બોલી ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી એટીએમ પડાવી લીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને બન્ને વ્યાજખોર પિતા પુત્રને ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.