Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી બદલ ગોડાઉનના...

મોરબીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી બદલ ગોડાઉનના માલિક દ્વારા એ ડિવિઝન પોલીસનું સન્માન કરાયુ

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી ગત તા.૨૭ સપ્ટેમ્બરના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કિં. રૂ. ૧,૬૮,૭૫૦ના મુદ્દામાલની ચોરી થય હતી. જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી રૂપીયા ૧,૬૮, ૭૫૦નો ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરી પાંચ ઇસમોને ઝડપી પાડયા હતા. મોરબી સીટી પોલીસની આ સરાહનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા પોલીસ પરીવારનુ સાલ ઓઢાડી સન્માન કરી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!