Friday, December 27, 2024
HomeGujaratમોરબીના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ડોક્ટરના બાઇકની ચોરી

મોરબીના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ડોક્ટરના બાઇકની ચોરી

મોરબીના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી અનેકો વખત હોસ્પિટલમાં આવેલ દર્દી કે દર્દીના સગાઓ તેમજ બીજા કોઈ કામ સબબ આવેલ લોકોના બાઇકની ચોરી થયાના અનેકો બનાવ સામે આવતા હોય છે, ત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કે જેઓએ ગત તા.૨૫ ઓક્ટો.૨૦૨૪ના રોજ પોતાનું બાઇક સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હોય જે બાઇકની કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગેની પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બાઇક ચોર આરોપી ઉપરોક્ત ચોરી કરેલ બાઇક સાથે પકડાઈ ગયો હોય પરંતુ સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલ બાઇકની છાસવારે ચોરી થતા હોવાના બનાવો અંગે ગંભીરતાથી નોંધ લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીની નવયુગ સ્કૂલ પાછળ વિઠ્ઠલનગર બ્લોક નં.૫૬ માં રહેતા ર્ડો.રાજન અરુણભાઈ સાવલીયા ઉવ.૨૭ ગત તા.૨૫ ઓક્ટો.ના રોજ બપોરે પોતાના પિતાજીના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૦૩-ડીએફ-૦૪૭૭ લઈને સિવિલ હોસ્પિટલે પોતાની ડોક્ટર તરીકેની ફરજના ભાગરૂપે આવ્યા હતા ત્યારે ઉપરોક્ત બાઇક સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હોય , જે બાદ પોતાની નોકરી પૂર્ણ થતા ર્ડો. રાજન ઘરે જવા માટે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક લેવા ગયા ત્યારે ઉપરોજત બાઇક ત્યાં ન હોય જેથી બાઇકની પાર્કિંગમાં તથા આજુબાજુમાં તપાસ કરી પરંતુ બાઇક મળી ન આવતા નિયમોનુસાર બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો કે ઉપરોક્ત બાઇક ચોરી કરનાર આરોપીને સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજાની રાહબરી હેઠળ જરૂરી સૂચના અને માર્ગદર્શનથી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત બાઇક સાથે આરોપી પ્રકાશભાઈ ચંદુભાઈ નગવાડીયા ઉ.૩૩ને ગણતરીના દિવસોમાં પકડી લેવામાં આવી તેની પાસેથી ઉપરોક્ત ચોરી કરેલ બાઇક પરત મેળવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!