મોરબીના કારખાનાદાર પાસે બે મહિનાનો બાકી પગાર માંગતા મજૂરને હડધુત કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી મળી
મોરબીમાં બે મહીનાથી બાકી પગાર માંગવા ગયેલ મજૂરને કારખાનેદારે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારખાનામાં મંદી ચાલતી હોય કારખાનેદારે પગાર માંગવા આવેલ કર્મચારીને મંદી ચાલે છે જેથી પગાર કરી શકેલ નથી ઉતાવળ હોય તો કામ છોડી કારખાનાની ઓરડી ખાલી કરી બીજે કામે જતા રહેવાનુ કહી ઢોર માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી વીસીપરા અમરેલીરોડ સૌરાષ્ટ્ર નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા અને મજૂરી કામ કરતા જેસીંગભાઇ ખીમાભાઇ મકવાણા નામના આધેડ શામજીભાઇ ખોડાભાઇ પટેલ (સૌરાષ્ટ્ર નળીયાના કારખાના માલીક) (રહે-લીલાપર ગામ તા.જી.મોરબી) ના કારખાનામા મજુરી કામ કરતા હોય કારખાનામા બે મહીનાથી મંદી હોવાના કારણે પગાર થય શકેલ ન હોય જે પગાર આધેડે માંગતા કારખાનેદારે ગાળો બોલી મંદી ચાલે છે જેથી પગાર કરી શકેલ નથી ઉતાવળ હોય તો કામ છોડી કારખાનાની ઓરડી ખાલી કરી બીજે કામે જતા રહેવાનુ કહી હાથથી મુંઢ માર મારી ડાબા હાથની આંગળીઓ પકડી મરડી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી જાનથી મરાવી નાખીશ તેમ ધમકી આપતા સમગ્ર મામલે જેસીંગભાઇ મકવાણાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.