મોરબીના ભરતનગર ગામ નજીક હાઇવે રોડ ઉપર ટ્રકે સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ઉભેલ અન્ય ટ્રક સાથે અથડાતા કારમાં સવાર જૂનાગઢ શહેરના પરિવારના પાંચ સભ્યોને નાના-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે સ્વીફ્ટ કારમાં વધારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માત અંગે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ પોરબંદર જીલ્લાના મુળગામ- ભોડદર પટેલ ફળીયુ હાલ જૂનાગઢના મધુરં સોસાયટીના સોમનાથ ટાઉનશીપમાં રહેતા નારણભાઈ રાજાભાઈ ભેડા ઉવ.૫૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી આશોક લેલન કંપનીના ટ્રક રજી.નં. જીજે-૧૦-ટીવાય-૩૦૮૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૬/૦૪ના રોજ નારણભાઇ પોતાના પત્ની તથા પુત્ર તથા સંબંધી સાથે કચ્છમાં આવેલ કાબરાઉધામ દર્શન કરવા જતા હતા ત્યારે સાંજના ૬ વાગ્યાના સુમારે મોરબી તાલુકાના ભરતનગર ગામ આગળ આવેલ સાગર સિમેન્ટ કારખાના સામે હાઈવે રોડ ઉપર પહોંચતા અશોક લેલેન્ડ ટ્રક વાહન નં જીજે-૧૦-ટીવાય-૩૦૮૯ના ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નારણભાઇની કારને પાછળથી ઠોકર મારતા સ્વીફ્ટ કાર આગળ ઉભેલ ટ્રક સાથે અથડાઈ જતા નારણભાઇને પગમાં તેમજ તેમના પત્નીને મોઢાના ભાગે તથા કારમાં સવાર પરિવારના અન્ય સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ સ્વીફ્ટ કારમાં નુકસાન પહોંચ્યાની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસીની તથા એમવી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.