Sunday, May 19, 2024
HomeGujaratટંકારા:વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગનો તરખાટ,કન્ટ્રકશન ઓફિસ પાછળ રાખેલ વાહનોમાંથી ૧૩ નંગ...

ટંકારા:વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગનો તરખાટ,કન્ટ્રકશન ઓફિસ પાછળ રાખેલ વાહનોમાંથી ૧૩ નંગ બેટરીની ચોરી

ટંકારાના લજાઈ ગામે કન્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલ ધંધાર્થીની ઓફિસ પાછળ રાખેલ વાહનોમાંથી એક જ રાતમાં ૧૩ નાની-મોટી બેટરીઓ કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બેટરી ચોરી થયા અંગેની મળતી માહિતી અનુસાર ટંકારાના લજાઈ ગામે રહેતા પંકજભાઇ દયારામભાઇ મસોત ઉવ.૪૦ એ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૦૫/૦૪ના રાત્રીના ૧૧.૩૦થી સવારના ૭.૦૦વાગ્યા દરમિયાન પંકજભાઈની લજાઈ ગામે આવેલ કન્ટ્રકશન ઓફીસ પાછળ ખુલ્લામાં રાખેલ અલગ અલગ વાહનોમાંથી નાની-મોટી બેટરી નંગ ૧૩ જે એક બેટરી ની કી.રૂ.૪૦૦૦/- કુલ બેટરી નંગ-૧૩ જેની કી.રૂ. આશરે-૫૨૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!