મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતે ઇઝરાયલ પદ્ધતિથી કરી જામફળની ખેતી : વન કેજી જામફળનું લઈ રહ્યા છે મોટી ઉપજ :કોરોનાના કારણે મંદિ હોવાથી આ વર્ષે નથી મળ્યો યોગ્ય ભાવ
મોરબીના ટંકારા પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં ટંકારાની જમીન ફળદ્રુપ હોવાથી તેઓ ફળ અને ફૂલની ખેતી તરફ વળવા માંડ્યા છે જેમાં જબલપુર ગામના ખેડૂતે પોતાની 26 વીઘા વાડીમાં જામફળ નું વાવેતર કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી મબલખ ઉત્પાદન કરી અને સારો નફો મેળવે છે પરંતુ આ વર્ષે કમોસમી વાતાવરણ અને કોરોના કાળના લીધે વેચાણ પણ અસર થઈ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું જેમાં ટંકારા પંથકમાં ખેડૂતો હવે આધુનિક ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ વળી રહયા છે જેમાં મોરબી જીલ્લામાં સૌ પ્રથમ ટંકારાના જબલપુર ગામના ખેડૂત દ્વારા 26 વિઘામાં વન કેજી જામફળ નું વાવેતર કર્યું છે જેમાં આ જામફળના વાવેતરમાં ઇઝરાયલની એટલે કે ટપક પદ્ધતિ થી ખેતી કરી રહ્યાં છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી વાવેલા આ જામફળ ના પાક નું મબલખ ઉત્પાદન થાય છે તેમજ સારા ભાવ પણ મળી રહે છે અને મહેનત પણ ઓછી છે ત્યારે આ મગન ભાઈના પત્ની પુષ્પાબેન પણ જામફળની મગનભાઈ સાથે આ ખેતીમાં સાથ આપે છે તેઓએ જણાવ્યું હતું કે ત્રણેય ભાઈના સંયુક્ત પરિવાર સાથે અમે કપાસ અને મગફળીના વાવેતર ને છોડીને જામફળના વાવેતર તરફ વળ્યા છે જેમાં ગયા વર્ષ કરતા વર્ષે જામફળના પાક માં વાતાવરણ ના લીધે ઓછો પાક અને કોરોના કાળના લીધે ઓછું વેચાણ થયું છે આ વર્ષે દર વર્ષ કરતા 70 ટકા ઓછું વેચાણ થયું છે જેના લીધે યોગ્ય નફો મળી શક્યો નથી ત્યારે અન્ય ખેડૂતો પણ આ કપાસ મગફળી સહિતની ખેતી છોડી ફળ ની ખેતી કરે તેવી ખેડૂત પરિવારે અપીલ કરી છે.