Wednesday, November 27, 2024
HomeGujaratટંકારાના મિતાણા નજીક નશામાં ધૂત કાર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા ખેડૂતનું મોત:ગામ...

ટંકારાના મિતાણા નજીક નશામાં ધૂત કાર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા ખેડૂતનું મોત:ગામ લોકોએ નશામાં ધૂત યુવાનને પોલીસ હવાલે કર્યો

ટંકારાના મિતાણા નજીક નશામાં ધૂત કાર ચાલકે ટ્રેકટર પાછળ ટક્કર મારતાં ટ્રેકટર પલટી ખાઈ જતાં ટેકટર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યા ટ્રેકટરના ચાલક એવા મિતાણાના ખેડુતનુ મોત નીપજ્યું. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ગાડીમાં સવાર યુવાન નશામાં ધૂત થઈને ગાડી ચલાવતો હતો.અકસ્માત સર્જનાર ચાલક પાસેથી દારૂ ભરેલ બોટલ પણ કબજે લેવાઈ હતી.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર ગત રાત્રે સાડા સાતેક વાગ્યાના સુમારે મિતાણાના ખેડુત દિલીપ નાનજીભાઈ ભાગિયા ઉંમર વર્ષ 44 પોતાનુ ટેકટર નંબર જીજે 3 – ઈએ- 4971 લઈ ધરે આવતા હતા. ત્યારે નેકનામ તરફથી હોન્ડાઈ કાર નંબર જીજે-36-એએફ-8805 મા સવાર મોરબીના સંગમબીજ કેનાલ રોડ ખાતે રહેતો ધંનજય શાંતિલાલ મકાસણા ઉંમર વર્ષ 32 રહે વાળો દારૂના નશામાં ધૂત થઈને કાર પુરઝડપે ચલાવી ટેકટરને ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેકટર ટલટી ખાઈ જતા ચાલક દિલીપભાઈ ભાગિયા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યા સારવાર કારગત નીવડે એ પહેલા મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવના પગલે રાત્રે રોડ ઉપર મરણચીસ સંભળાતા ગામ લોકો દોડી આવ્યા હતા. અને તાલુકા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ અરવિંદ દુબરીયાએ પોલીસ મથકે જાણ કરતા ટંકારા થાણા અમલદાર એમ જે ધાંધલ, ડી સ્ટાફના જમાદાર ચેતન કડવાતર, વિપુલ બાલાસરા સહિતના ધટના સ્થળે દોડી આવ્યા હતા અને નશામાં ધૂત કાર ચાલકને ઝડપી તેના વિરોધમાં એમ. વી. એક્ટ કલમ 185- પ્રોહીબિશન એકટ કલમ 66(1)બી 85(એ)(એ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ અકસ્માતમાં ખેડૂતનું મૃત્યુ નિપજતા આજે વધુ એક કલમ હેઠળ ઉમેરો થશે તેમજ હિટ એન્ડ રન હેઠળ પણ ગુન્હો નોંધવા લોકોની માંગણી ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!