Sunday, May 5, 2024
HomeGujaratમોરબીના રાતાવીરડા ગામે સીરામીક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી

મોરબીના રાતાવીરડા ગામે સીરામીક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી

મોરબીના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસેની ટેકઝા સિરામીક ફેકટરીમા આગ ભભૂકી ઉઠતા ભાગદોડ અને દેકારો બોલી ગયો હતો. જોત જોતામા આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા. આગની આ ઘટના અંગે મોરબી ફાયરબ્રિગેડની ટિમને જાણ કરતા ફાયર સ્ટાફ મારતે ઘોડે ઘટના સ્થળે દોડી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

ફાયરબ્રિગેડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા અવિરત પાણીનો મારો ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનાનેપગલે હાલ કોઈ જાનહાની ના સમાચાર મળી રહ્યા નથી તો બીજી તરફ આગનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!