મોરબીમાં આગજનીનાં બનાવો દિનપ્રતિન વધી રહ્યા છે. ત્યારે આજે પણ એક જ દિવસમાં બે આગજનીનાં બનાવો સામે આવ્યા હતા.
મોરબી ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ, મોરબી બાયપાસ પાસે આજે વહેલી સવારે ગેસની પાઇપ લાઇન લીકેજ થયા બાદ આગ લાગતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. કોર્પોરેશનની ટીમોએ ગેસ પૂરવઠો બંધ કરી આગ કાબૂમાં લીધી હતી.
ત્યારે બીજો આગનો બનાવ મોરબીમાં સામાકાઠે આવેલ બેટરીની દુકાનમાં બન્યો હતો. સામા કાંઠે સર્કિટ હાઉસ નજીક આવેલ પવનસુત બેટરીની દુકાનમાં અગમ્યકારણોસર આગ ભભુકી ઉઠી હતી. જેની જાણ થતા જ મોરબી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. જોકે આ બનાવ વેહલી સવારે બન્યો હોવાથી મોટી જાનહાની ટળી હતી. જયારે આગમાં દુકાનમાં પડેલ બેટરીઓ સળગીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે અને બેટરી ની દુકાનમાં લાગેલ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાની પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.