મોરબીમાં ગ્રીન ચોક નજીક પારેખ શેરીમાં આવેલ એક બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ત્યારે આગ લાગવાના બનાવમાં સ્થાનિકો દ્વારા મોરબી ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્પેશ્યલ ‘યોદ્ધા’ નામના વાહન કે જે સાંકળા વિસ્તારમાં ફાયર બુઝાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય તેનાથી મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાની થઇ નહોતી.
આગ લાગવાની ઘાટનાં ફાયર ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ દ્વારા જણાવ્યું હતું કે રાત્રીના અરસામાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ અત્યંત સાંકળી પારેખ શેરીના એક બંધ મકાનમાં આગ લાગી હતી. જે અંગે જાણ થતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે શેરી સાંકળી હોય તેથી ફાયર વિભાગે ખાસ તેનું યોદ્ધા નામનું વાહન મેદાનમાં ઉતાર્યું હતું. આ વાહન પણ ઘર સુધી પહોંચી શક્યું ન હતું. જો કે બાદમાં આજુબાજુના લોકોની મદદથી નળી લંબાવી ફાયર વિભાગની ટીમે મહામહેનતે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વધુમાં પાડોશીઓના જણાવ્યા પ્રમાણે આજુબાજુમાં કોઈએ કચરો સળગાવ્યો હોવાના કારણે આ આગ લાગી હોવાની શકયતા છે. તો બીજી તરફ આગ લાગી તે મકાનની પાડોશમાં ગાયો બાંધેલી હોય, ગાયોને છૂટી મૂકી દેવામાં આવી હતી.