મોરબી ના જુના ઘુંટુ રોડ પર આવેલ ડેકો ગોલ્ડ ટાઇલ્સ લીમેટેડ નામની સીરામીક ફેકટરીમાં કોઈ કારણોસર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી .
આ આગ ને પગલે મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી મોરબી નગરપાલિકાની ફાયર ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈ ને વીજ પૂરવઠો બન્ધ કરાવી ને સતત બે કલાક સુધી પાણી નો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક સૂત્રો મુજબ વિકરાળ આગ ને પગલે કોઇ જાનહાની થવા પામી નથી .