મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ મોબાઇલની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. મોરબી જિલ્લાની ઓપો કંપનીના ડ્રિસ્ટીબ્યુટરની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા મોબાઈલ, એસેસરીઝ સહિત લાખનો રૂપિયાનો માલ સમાન ભસ્મીભૂત થયો હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે.
રવાપર રોડ પર આવેલ ચકીયા હનુમાન મંદીરની સામેની શેરીમાં આવેલ શ્રી રામ મોબાઈલ નામની દુકાનમાં આજે રાત્રીના સમયગાળા દરમિયાન અચાનક કોઈ કારણ સર આગની ઘટના ઘટી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા.ટ્રાફિક અને આ દુકાનની લગોલગ અનેક દુકાનો આવેલી હોવાથી આ દુર્ઘટનાનો પગલે લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ઓપો કંપનીના મોબાઈલ આ દુકાનમાંથી જ ડ્રસ્ટીબ્યુટી થતા હોવાથી લાખો રૂપિયાનું નુકશાન થયા પામ્યું છે.
બીજી તરફ આ અંગે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કારાતા ફાયર સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બે ગાડીનું ફાયરિંગ કરી આગ પર કાબુ લેવાં જહેમત ઉઠાવવામાં આવી રહી છે.