Thursday, April 25, 2024
HomeGujaratટંકારાના ધુનડાથી જોડિયાના રસનાળ ગામને જોડતા માર્ગના કામમાં લોટ, પાણીને લાકડાની ખુદ...

ટંકારાના ધુનડાથી જોડિયાના રસનાળ ગામને જોડતા માર્ગના કામમાં લોટ, પાણીને લાકડાની ખુદ સાંસદ મોહન કુંડારિયાએ કરી રજુઆત

ટંકારા તાલુકાના ધુનડા(ખાનપર) ગામથી જોડિયા તાલુકાના રસનાળ ગામને જોડતા રોડના કામમાં લોટ, પાણીને લાકડાની માફક કામગીરી કરવામાં આવી હોવાની ખુદ સાંસદ મોહન કુંડારિયાએ જ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણશ મોદીને રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

સાંસદ મોહન કુંડારિયાએ એ રજૂઆતમાં જણાવ્યું કે ટંકારા તાલુકાનાં ઘુનડા(ખા)ગામ પંચાયતના સરપંચ તથા જામનગર જીલ્લાનાં જોડીયા તાલુકાનાં રસનાળ ગ્રામ પંચાયત સરપંચની રજુઆત મુજબ ધુનડા થી રસનાળ ગામને જોડતો પાકો એપ્રોચ રોડ બનાવવામાં આવે છે. આ રસ્તામાં આવતા નાલા , પુલીયા બનાવવાનું કામ પ્લાન એસ્ટીમેન્ટમાં જે બાવવામાં આવેલ છે.તે મુજબ કામ કરવામાં આવતુ ન હોવાથી ચોમાસાની ઋતુમાં આ રસ્તા પર આવતા આશરે ૧૦ ( દસ ) ગામમાં લોકોને મોટાંપાયે મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. આથી રસ્તા પર આવતા પૂલીયાના કામ એસ્ટીમેન્ટ મુજબ થાય તે અંગે કરવા અંતમાં સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!