Friday, January 17, 2025
HomeGujaratવાંકાનેરના મહારાજા ની રાજતિલક વિધી નિમિતે મહાશિવરાત્રીથી પાંચ દિવસીય કાર્યક્રમ યોજાશે

વાંકાનેરના મહારાજા ની રાજતિલક વિધી નિમિતે મહાશિવરાત્રીથી પાંચ દિવસીય કાર્યક્રમ યોજાશે

વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ. શ્રી અમરસિંહજી ઝાલાના પ્રપૌત્ર શ્રી કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજયાભિષક વીધી તથા ” રાજતિલકવિધી ” ના પાવન પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરંપરા મુજબ પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ પાવન પ્રસંગને પગલે વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. ગામેગામથી સંતો મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓને નિમંત્રણો પહોંચાડવા સહીતની ” રાજતિલકવિધી ” ની તડામાર તૈયારીઓ સાથે જુના દરબારગઢ અને ગરાસીયા બોડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે.મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાનો બોહળો ચાહક વર્ગ જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ ક્ષત્રીય સમાજ સહીત તમામ જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર કામગીરીમાં જોતરાયા છે.


‘રાજતિલકવિધીની માહીતી આપતા મહારાણારાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે તા ૧/૩/૨૦૨૨ ને મહાશિવરાત્રીના પાવન દીને વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે શ્રી જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક –પુજન બાદ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના ‘ રતન ટેકરી ” ના પ્રવેશ ધ્વારે બનાવવામાં આવેલ ‘ દિગ્વિજય ઘ્વાર ” મંદિરને અર્પણ કરવામાં આવશે. તા. ૨ ના જુના દરબારગઢ ખાતે બ્રહમચોર્યાસી રાજવી પરિવાર ઘ્વારા યોજાશે. તા. ૩ ના જુના દરબારગઢ ખાતે સવારથી યજ્ઞ તથા રાજયાભિષેક સહીત રાજવી પરમપરાગત ધાર્મિક વિધીઓ સંતો – મહંતો અને પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં સંમ્પન થશે તથા તા.૪ ના રોજ જુના દરબાગઢમાં સવારે ૮–૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી ‘ ‘રાજતિલક વિધી’નો પાવન પ્રસંગ વૈદીક મંત્રોચાર સાથે કરવામાં આવશે વધુમાં રાજ પરિવારની પરંપરાગત “ રાજતિલક ” ઝાલા કુટુંબની કુવારી દિકરીબાના હસ્તે મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ ધ્વારા રાજ સાહેબને પાઘડી પહેરાવવામાં આવશે. ત્યારબાદ બેન્ડ પાર્ટી ના સંગીતના સુર સાથે જુના દરબાગઢથી ‘ નગરયાત્રા ” (શોભાયાત્રા) પ્રસ્થાન થશે . જે અમરરોડ (ગઢની રાંગ) તરફ ના રોડથી લુહારશેરી ત્યાંથી મેઈન બજાર થઈ ચાવડીચોક , માર્કેટચોકથી દિવાનપરામા અમરસિંહજી બાપુના બાવલા સ્ટેચ્યુચોક ખાતે પહોંચશે. ત્યાં રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને મહારાણા રાજ સાહેબશ્રી કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા ધ્વારા પુષ્પહાર પહેરાવવામાં આવશે. નગરયાત્રામાં વીન્ટેજ કાર , બગી , શણગાર સજેલા ઘોડા તેમજ ક્ષત્રીય સમાજ તેમના પરમપરાગત પોષાક પાઘડી – સાફા સાથે તેમજ તમામ નગરજનો , સંતો , મહંતો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બોહળી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને        ‘નગરયાત્રા’માં જોડાશે.

નગરયાત્રા પૂર્ણ થયા બાદ જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ અને તેમના સમર્થકો ધ્વારા બાપુ સાહેબનું અદકેરૂ સન્માન કરવામાં આવશે જ્યારે સાંજે ૬-૦૦ વાગ્યે શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ” મેળા પરિષર ” ગ્રાઉન્ડમાં ક્ષત્રીય સમાજના કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રીય સમાજ ધ્વારા મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળા પરિષરમાં વાંકાનેર સમસ્ત નગરજનો માટે સાંજે ૬-૦૦ વાગ્યેથી ભોજન પ્રસાદનો પ્રારંભ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!