Thursday, December 26, 2024
HomeGujaratહળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતા પાંચ માસની બાળકીનું મોત:બચાવવા ગયેલ માતાને...

હળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતા પાંચ માસની બાળકીનું મોત:બચાવવા ગયેલ માતાને સારવારમાં ખસેડાઈ

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ જાલાભાઈ ડાંગર ઉવ.૨૫ ગત તા.૧૧/૦૩ના રોજ તળાવની પાળે પોતાની પાંચ માળની પુત્રી ખુશીને લઇ ઘાટ ઉપર કપડા ધોવા ગયા હતા. ત્યારે કપડા ધોતી વખતે માનુબેને ૫ માસની બાળકીને ઘાટ નજીક સુવડાવેલી હોય ત્યારે માનુબેનનું ધ્યાન ન રહેતા અકસ્માતે બાળકી ખુશી તળાવમાં પડી જતા પાણીમાં ડૂબી જતા પાંચ માસની બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જો કે બીજીબાજુ બાળકીને બચાવવા માતાએ પણ સાડી પહેરેલી હાલતમાં તળાવમાં ઝંપલાવ્યું હતું ત્યારે તેઓને ગાળાના ભાગે સાડીનું દબાણ આવતા માતાને પણ સારવારમાં ખસેડેલ હોય, હાલ માતાની તબિયત સારી છે. ત્યારે હળવદ પોલીસે બાળકીના મૃત્યુ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે તથા માતા સાથે બનેલ બનાવની જાણવાજોગ નોધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!