Sunday, April 28, 2024
HomeGujaratહળવદ ધાંગધ્રા હાઈવે પર ટ્રક ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ટ્રક પાછળ પડેલ...

હળવદ ધાંગધ્રા હાઈવે પર ટ્રક ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ટ્રક પાછળ પડેલ પતરા ટ્રક કેબિન આરપાર થયા:ડ્રાઈવર ઈજાગ્રસ્ત

હળવદ ધાંગધ્રા હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પતરા ભરી જઇ રહેલ ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ટ્રકમાં રહેલ પત્રા કેબિન ચીરી આગળ આવી જતા ટ્રક ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો હતો. જો કે સદ્નસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર ખાતે રહેતા સુરેન્દ્રપ્રસાદ રાજદેવ ભગત નામના આધેડ ગત રાત્રીએ હળવદ ધાંગધ્રા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી પોતાનું ટ્રક લઈ પસાર થઈ રહ્યા હોય ત્યારે ડ્રાઈવરે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા ટ્રકમાં પાછળ રહેલ પતરા કેબિન ચીરી આગળ આવી જતા ડ્રાઈવર કેબિનમાં જ ફસાયો હતો. જો કે, બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જેસીબીની મદદથી ડ્રાઇવરને બચાવવામાં આવ્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!