Friday, November 22, 2024
HomeNewsMorbiમોરબી પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ : ચૂંટણી સમયે શહેરમાં કાયદો...

મોરબી પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ : ચૂંટણી સમયે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ફ્લેગમાર્ચ યોજાઈ

મોરબી એસપી, ડીવાયએસપી,એલસીબી, એસઓજી પીઆઈ,સહિતના કફલાએ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા જીલ્લા ભરમાં લાગી ગઈ છે આ સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અતિ મહત્વનું પરિબળ માનવામાં આવે છે જેમાં ચૂંટણી સમયે શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે એ માટે મોરબી પોલીસ દ્વારા મેગા ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું આ ફ્લેગમાર્ચ માં મોરબી એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ,એલસીબી પીઆઈ,એસઓજી પીઆઈ,એ ડિવિઝન પીઆઈ, બી ડિવિઝન પીઆઈ,સહિતના ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં ચૂંટણી અનુસંધાને શહેરભરમાં ફ્લેગમાર્ચ યોજી હતી આ ફ્લેગ માર્ચ ખાસ કરી સંવેદનશીલ વિસ્તારો અને મતદાન મથકો આવે છે એ વિસ્તારમાં ફરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં પોલીસની મેગા ફ્લેગમાર્ચ શહેરના સમાકાંઠા, શનાળા રોડ,રવાપર રોડ,નવા બસ સ્ટેન્ડ,સાવસર પ્લોટ મેઈન રોડ,નહેરુગેટ સહિતના વિસ્તારોમાં યોજાઈ હતી તો બીજી બાજુ આ જ રીતે ગ્રામ્યવિસ્તારમાં પણ ફ્લેગ માર્ચ કરવામાં આવશે તેવું જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાએ મોરબી મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે મોરબીની ચૂંટણીમાં રસાકસીનો માહોલ છે ત્યારે ગત મોડીરાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મોરબી આવી અને સ્થિતિનો તાગ મેળવી ગયા છે ત્યારે પોલીસે પણ આ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાનું ફરમાન જાહેર કરી દીધું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!