નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના નેજા હેઠળ નવયુગ બી.બી.એ. કૉલેજમાં તારીખ ૦૪ ઓગસ્ટ થી ૦૭ ઓગસ્ટના રોજ કુલ ૪ દિવસીય એસ.વાય.બી.બી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ એકસલન્સ-૨૦૨૧ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવા પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્ત્વ સમજાવી ભણતરની સાથે કોર્પોરેટ કલ્ચર વિશે માર્ગદર્શન અને પ્રેરણા પી. ડી. કાંજીયાએ પૂરી પાડી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમ સફળ બનાવવામાં ડૉ. હિરેન મહેતા અને બી.બી.એ સ્ટાફનાં પ્રોફેસર ચાર્મી સંતોકી, પ્રોફેસર અંજના ભોરણીયા, પ્રોફેસર જાનકી કાલાવડીયાએ જહેમત ઉઠાવી હતી. આ મેનેજમેન્ટ એકસલન્સ વર્કશોપમાં અકૅડમિશ્યન હિતુલ કારીયા, એન.એલ.પી. નિષ્ણાત હિતેશ પરમાર, શેરબજાર વિશ્લેષક અંકિત બદ્રકીયા અને બિઝનેસ બેન્કિંગ નિષ્ણાત મધુર નરસીયન એવા ૪ નિષ્ણાતો મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમણે આ વર્કશોપને કાર્યસાધક (અમલી) બનાવી કૉલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તેમજ આ ૪ દિવસ દરમિયાન નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના મુખ્ય મહેમાન એવા બી.એસસી. ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા, કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વી.એન. વરમોરા તથા નવયુગ સ્કૂલના પ્રિન્સિપાલ યતિન રાવલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં છેલ્લા દિવસે સમાપન સમારોહમાં ઔદ્યોગિક નગરી મોરબીના વોલ ટાઇલ્સ સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયા તેમજ સેનેટરીવેરના પ્રમુખ કિરિટભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને બિઝનેસનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.