રાજકોટ સહિત રાજ્યમાં હ્રદય રોગના બનાવો વધી રહ્યા છે. ત્યારે સતત શહેરીજનોની સુરક્ષા માટે ખડેપગે રહેનાર પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશનરની સુચનાથી સિટી પોલીસ અને પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ૪૫ વર્ષથી વધુ ઉંમરના પોલીસ કર્મી માટે ફ્રી હ્રદય રોગના ચેકઅપ કેમ્પનું આયોજન ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું.
શહેરી વિસ્તારોમાં સતત હાર્ટ ને લગતા બનાવી વધી રહયાં છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને પોલીસ હેડક્વાર્ટર નાસંયુક્ત ઉપક્રમે 45 વર્ષથી મોટી ઉંમરના પોલીસ કર્મીઓ માટે ફ્રી હૃદય રોગના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પનું ઉદઘાટન તેમજ દીપ પ્રાગટ્ય ડીસીપી પૂજા યાદવ દ્વારા કરવામાં આવ્યો હતી. તેમજ એસીપી ગઢવી સાહેબ, મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અમિત રાજ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હેમંતકુમાર વર્ષને ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંદાજિત ૫૦ પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યને લઇને હદય રોગ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ હોસ્પિટલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હૃદયને સ્વસ્થ રાખવા માટે સૂચના અપાઇ હતી અને પણ કોઈ ઇમરજન્સી હોય તો હોસ્પિટલનો ૨૪*૭ કોન્ટેક્ટ ૦૨૮૧-૨૯૯૨૪૯૦ પર કરી શકો છો તેમ યાદીમાં જણાવ્યુ હતું.