Thursday, January 2, 2025
HomeGujaratમોરબીમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે સમસ્ત બ્રહ્મ સમાજ...

મોરબીમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક વર્ગનું આયોજન કરાયું

મોરબીમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા બ્રહ્મ સમાજના વિધાર્થીઓ માટે સુવર્ણ અવસર આવ્યો છે. મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.હાલ સરકારના અનેક વિભાગમાં મોટાપાયે ભરતી બહાર પડી હોવાથી અનેક ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બ્રહ્મ સમાજના વિધાર્થીઓને કુશળ માર્ગદર્શન મળી રહે અને વધુમાં વધુ વિધાર્થીઓ સફળતાના શિખરો સર કરે તેવા ઉમદા ભાવ સાથે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક વર્ગ યોજવા અંગે નિર્ણય કરાયો છે.આઈબીપીએસ, વિદ્યા સહાયક, તલાટી કમ મંત્રી, રેલવે, કલાર્ક સહિતના વિભાગની પ્રીપ્રેશન કરતા ઉમેદવારોને સ્ટડી મટીરીયલ આપવામાં આવશે. જેમાં જોડાવા ઇચ્ચુંક મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓએ પ્રમુખ કિશોરભાઈ શુક્લ મો.98257 41868, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા મો.94294 84440 અને શિક્ષક અમુલભાઈ જોષી મો.92271 00011 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!