મોરબી ખાતે ડો. પ્રશાંત મેરજા ની સ્મૃતિમાં ગરીબ દર્દીઓ માટે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પનો ગરીબ દર્દીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ પ્રસંગે સંતો તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયા, પૂર્વ પ્રમુખ નિલેશ ભાઈ જેતપરીયા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે. કે પરમાર, પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા ,ડો. જયંતીભાઈ ભાડેશિયા સાહેબ,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા,મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા,નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર દેવાભાઈ અવાડીયા,સુરેશભાઈ દેસાઈ,પ્રભુભાઈ ભૂત,ભાવેશભાઈ કંજારિયા,સુરેશભાઈ સિંહોરિયા,માવજીભાઈ કંજારીયા,ચુનીલાલ પરમાર,રાજેશભાઇ ભીમાણી તથા મેરૂભાઇ કંજારીયા,હંસરાજભાઈ પાંચોટીયા,કિરીટભાઈ મેરજા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નિદાન તથા સારવાર કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેષ કણઝારિયા, ડો. શરદરૈયાણી, ડો. યોગેશ પેથાપરા, ડો. આશિષ રાંકજા, ડો. અલ્પેશ ફેફર ,ડો. ભાવેશ શેરસીયા, ડો. મેહુલ પનારા, ડો. કૃષ્ણ એ. ચગ એ સેવા આપી હતી.