મોરબી: મારવાડી યુનિવર્સિટી રાજકોટ અને ફિઝિયોકેર ફિઝીયોથેરાપી સેન્ટર (શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ) મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૩ નવેમ્બરના રોજ રાજકોટથી સ્પેશિયાલિસ્ટ થઈ ફિઝીયોથેરાપી ટીમ દ્વારા વિનામૂલ્ય ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટના ડો.અંકુર ખાંટ (પી.એચ.ડી. ફિઝિયોથેરાપીસ્ટ), ડો.શાહરૂખ ચૌહાણ (ઓર્થો ફિઝીયોથેરાપીસ્ટ), ડો.કલ્યાણી જીવરાજાની (કાર્ડીઓ-પ્લમોનરી ફિઝીયોથેરાપીસ્ટ), ડો.રાહુલ છતલાણી (ન્યુરો ફિઝીયોથેરાપીસ્ટ) મોરબીના શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં કાર્યરત ફિઝીયોકેર ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રાવલ (ન્યુરો ફિઝીયોથેરાપીસ્ટ) સહિતના નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટ આ કેમ્પમાં સેવા આપશે.
કેમ્પમાં કમર, ગરદન, ઘુટણ, ખંભા એડીનો દુખાવાની સારવાર, ફેક્ચર તથા સાંધા બદલાવવા તેમજ વિવિધ ઓપરેશન પછીની સારવાર, હાથ, પગ તથા મોઢાનો લકવા, કંપવા, સેરેબ્રલ પાલ્સી વગેરે સારવાર, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘૂંટણનો વા, પ્રસુતિ દરમિયાન અને પછીની કસરતો, ફેફસાની અને હૃદયની કાર્યક્ષમતામાં વધારવા માટેની કસરતો, રમત ગમતમાં ઇજા, તમાકુ, ગુટકા, તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલા મોં ની સારવાર સહિતની સમસ્યાઓના દર્દીઓ આ કેમ્પનો લાભ લય શકશે. તથા રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨૮૨૪૫૬ , 6359701933 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. કેમ્પમાં આવતી વખતે જુનો રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે.