મોરબીના નાગડાવાસ ગામ પાસેથી વધુ એક અસામાજિક તત્વનાં આતંકની ઘટના સામે આવી છે. જેમાં નાગડાવાસ ગામના પાટીયા પાસે માધવ હોટલના ગ્રાઉન્ડમા ટ્રક પર સુતર ડ્રાઇવર પર “મને પૈસા કેમ નથી આપતો” કહી ટ્રક લઇ આવેલ એક ઈસમે હુમલો કર્યો હતો. બાદમાં મામલો બિચકાતા ઈસમ પોતાની ટ્રક સ્થળ પર જ છોડી નાસી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાન ખાતે રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા બચાયાખાન હસનખાન સહતા નામનો શખ્સ પોતાનું GJ-18-BV-2320 નંબરનું ટ્રક લઇને નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ માધવ હોટલના ગ્રાઉન્ડમા પોતાની ટ્રકના કેબીન ઉપર સુતા હતા. ત્યારે શકુરખાન મિયલખાન સીધી નામનો આરોપી પોતાનું GJ-08-Y-1668 નંબરનું ટ્રક લઇને આવેલ અને ફરિયાદી સુતા હોય ત્યાઆવી તેને ઉઠાડી પૈસા કેમ મને આપતો નથી તેમ કહી ગાળો આપી ઝપા ઝપી કરી ફરિયાદીને જમણા પગમા લોખંડના વ્હીલ પાના વડે માર મારી ફેકચર જેવી ઇજા કરી ટ્રક મુકી નાસી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.