મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં હાલ 2870 મી. પાણી સંગ્રહિત છે. પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડીવામાં આવી રહ્યું હોય જેથી મચ્છુ ડેમ-૦૩ નો 1 દરવાજો 0.25 ફુટ ખોલવામાં આવ્યું હોય જેથી હેઠવાસમાં રહેતા લોકોને તંત્ર દ્વારા નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ) રાજકોટ તરફથી મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જુના મદુળકા ગામ પાસેનો મચ્છુ ૩ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે. અને ડેમનો 1 દરવાજો 0.25 ફુટ ખોલવામાં આવેલ છે, તો ડેમની હેઠવાસમાં આવતા મોરબી તાલુકાનાં ગોરખીજડીયા, વનાલિયા, સદૂર્કા, મનસર, રવાપર (નદી), અમનગર, નરણકા, ગુગણ, નગડાવાસ, બહાદૂરગઢ, સોખડા તથા માળીયા મી. તાલુકાનાં દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળીયા-મિયાણા અને હરીપર ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચનાં આપવામાં આવી છે.