મોરબી તાલુકા પાસે આવેલ ગોડાધોઈ જળાશય સંપૂર્ણ ભરાય ગયો હોવાથી આજે સાંજના 6:00 વાગ્યે એક દરવાજો 0.05 મીટર ખોલવામાં આવશે. જેથી લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના અપાઇ છે. તેમજ નીચાણવાળા નવ ગામોના લોકોને સાવચેત કરાયા છે.
મોરબી તાલુકા પાસે આવેલ ગોડાધોઈ જળાશયની F.R.L 98.3 મીટરની સ્થિતિ છે. જ્યારે હાલ લેવલ 98.3 મીટર પર પહોંચી ગયું હોવાથી સંપૂર્ણ જળાશય ભરાય ગયું હોવાથી રૂટ લેવલ જાળવવા એક દરવાજો 0.05 મીટર 6:00 ખોલવામાં આવશે જેથી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે. તેમજ ચકમપર, ઝિકિયારી, જીવાપર, જેતપર (મચ્છુ), રાપર, શાપર, સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને પાણી છોડવાનું હોવાથી એલર્ટ કરવામાં આવ્યા છે.