મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં રુલ લેવલ મેન્ટન કરવા માટે પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડી મચ્છુ ૩ ડેમ નો દરવાજો ખોલવાનુ નિર્ણય લેવાયો છે જેમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 2 ફુટ ખોલવામાં આવ્યો છે અને હાલમાં આ ડેમ માંથી ૧૮૨૩ ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવી રહ્યું છે.તેમજ હાલમાં ડેમ ની જળ સપાટી ૨૮.૩૩ મી છે અને ૮૯.૭૫% ભરેલો છે.
જેથી મચ્છુ-૩ સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવતા ગોર ખીજડીયા, વનાળીયા, સાર્દુલકા,માનસર,રવાપર (નદી),અમરનગર, નારણકા, ગુંગણ,નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળીયા મી.તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ,મેઘપર,નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર,માળીયા મી. અને હરીપર
ગામના લોકોને તકેદારી રાખવા અને નદીના પટ માં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.